વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ખાનગી બાતમી અને પેટ્રોલિંગ દરમિયાન બે અલગ-અલગ સ્થળોએ જુગાર અંગે દરોડા પાડીને તીનપત્તીનો જુગાર રમતા કુલ ૯ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે બંને દરોડામાંથી રોકડ અને વાહન સહિત કુલ રૂ. ૮૪,૩૬૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

અમરસર ગામની સીમમાં દરોડો…
વાંકાનેર સિટી પોલીસ ટીમે ચોક્કસ બાતમીના આધારે અમરસર ગામની સીમમાં સિંધાવદર રોડ પર આવેલી રામજીભાઈ મકવાણાની વાડીના શેઢે ખુલ્લી જગ્યામાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપીઓ ૧). દેવાભાઈ કાનાભાઈ ગરીયા (ઉં. ૪૭), ૨). સાગરભાઈ કાળુભાઈ બાબરીયા (ઉં. ૨૬), ૩). જીતેશભાઈ મગનભાઈ રાઠોડ (ઉં. ૩૦), ૪). ગૌતમભાઈ કેશવલાલ મકવાણા (ઉં. ૩૬), ૫). રામજીભાઈ કેશુભાઈ મકવાણા (ઉં. ૪૨), ૬). રતાભાઈ કાનાભાઈ ગમારા (ઉં. ૩૨) અને ૭). અશોકભાઈ મોતીભાઈ કાટોડીયા (ઉં. ૩૬)ને રોકડ રકમ સહિત કુલ રૂ. ૫૨,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
દાતાર વિસ્તારના મફતિયાપરામાં દરોડો…
બીજા બનાવમાં વાંકાનેર સિટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન શહેરના દાતાર વિસ્તારમાં આવેલા મફતિયાપરામાં જાહેરમાં જુગાર રમતા આરોપીઓ ૧). સલીમશા રસુલશા શાહમદાર (રહે. ગાયત્રીમંદિર સામે, વાંકાનેર) અને ૨). શામજીભાઈ નાગજીભાઈ વાઘેલા (રહે. તિથવા ગામ, તા. વાંકાનેર)ને રોકડા રૂ. ૧,૬૬૦ અને રૂ. ૩૦,૦૦૦ની કિંમતનું બાઈક સહિત કુલ રૂ. ૩૧,૬૬૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t
https://chat.whatsapp.com/GiPDDC7EwD1CsGSIWmtTTx





