
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર લાલપર ગામની સીમમાં આવેલી ધી ફૈઝ સ્કૂલ કેમ્પસમાં ગત મોડીરાત્રિના સમયે એક નીલગાયનું નવજાત બચ્ચું પોતાના ઝુંડથી વિખૂટું પડી સ્કૂલ પરિસરમાં અટવાઈ ગયું હતું. સવારના સમયે જ્યારે સ્કૂલના સંચાલકો અને સ્ટાફની નજર આ અબોલ જીવ પર પડી, ત્યારે તેઓએ તુરંત જ સતર્કતા દાખવીને વાંકાનેર વન વિભાગની ટીમને આ અંગેની જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ વન વિભાગની ટીમ સત્વરે ઘટનાસ્થળે પહોંચી નીલગાયના બચ્ચાને હેમખેમ પકડીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. વન વિભાગની આ ત્વરિત કામગીરીને પગલે બચ્ચાને નવજીવન મળ્યું હતું અને સ્કૂલ સંચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





