વાંકાનેર તાલુકાના જોધપર ગામ ખાતે અગાઉ થયેલા ઝઘડા અંગે પોલીસમાં કરેલી અરજીનો ખાર રાખીને બે શખ્સોએ એક મહિલા અને તેમની ભત્રીજા વહુ પર લાકડી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં હુમલાખોરોએ મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે, જેના પગલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા નાગલબેન વાલજીભાઇ રાઠોડ (ઉ.વ. ૪૫) દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, અગાઉ નાની-નાની બાબતોમાં થતા ઝઘડાઓને લઈને તેમણે ગામમાં જ રહેતા ભાવુબેન કિશનભાઇ સોલંકી અને કિશનભાઇ સોલંકી વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. પોલીસમાં થયેલી આ અરજીનો ખાર રાખીને, આરોપી ભાવુબેન અને કિશનભાઇએ એકસંપ કરી જોધપર ગામના ચોકમાં ફરિયાદી નાગલબેન તેમજ તેમના ભત્રીજા વહુને આંતરી જાહેરમાં લાકડીઓ વડે બેફામ માર માર્યો હતો. જેથી આ બનાવમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





