
મહિલાઓને આર્થિક રીતે પગભર અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં વાંકાનેર ખાતે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાંકાનેરની સરકારી આઈટીઆઈ (ITI) કોલેજ ખાતે બહેનો માટે ખાસ રોજગારલક્ષી નવા વ્યવસાયિક કોર્ષ શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે….
વાંકાનેરના સ્થાનિક ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા રાજ્ય સરકારમાં કરવામાં આવેલ રજૂઆત અનુસંધાને રાજ્ય સરકારની મંજૂરી મળતા હવે વાંકાનેર આઈટીઆઈમાં બહેનો માટે નવા વર્ષથી બેઝિક સિવણ ક્લાસ, ફેશન ડિઝાઈન અને ટેકનોલોજી તથા કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર) કોર્ષ શરૂ કરવામાં આવશે, જેની એડમિશન પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવશે, જેનો સીધો લાભ વાંકાનેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની દીકરીઓ અને મહિલાઓને મળશે…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




