Thursday, September 10, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વસુંધરા ગામે માલધારી યુવાનની હત્યાના બનાવમાં 10 શખ્સો સામે ગુનો નોંધાયો,...

    વાંકાનેરના વસુંધરા ગામે માલધારી યુવાનની હત્યાના બનાવમાં 10 શખ્સો સામે ગુનો નોંધાયો, દૂધ મંડળીમાં ઘૂસીને કર્યો હતો હુમલો….

    વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે થયેલી વિરમભાઈ સરૈયા નામના માલધારી યુવાનની ઘાતકી હત્યાના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં બાળકોના ઝઘડાની જૂની અદાવતનો ખાર રાખીને દૂધની ડેરીમાં તોડફોડ કરી, જીવલેણ હુમલો કરવા બદલ 9 નામજોગ અને 1 અજાણ્યા શખ્સ સહિત કુલ 10 ઈસમો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે….

    બાબતે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે રહેતા ફરિયાદી લાલાભાઈ સામંતભાઈ સરૈયા (ઉ.વ.૪૨)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧. નકુલ ઘનશ્યામભાઇ હુંબલ (રહે. વસુંધરા), ૨. વિશાલ વશાભાઈ ચાવડા (રહે. વસુંધરા), ૩. પરેશ નાગદાનભાઇ ડાંગર (રહે. વસુંધરા), ૪. લાલો ડાંગર (રહે. જાલસીકા), ૫. મુકેશ ડાંગર (રહે. જાલસીકા), ૬. માંડણ ડાંગર (રહે. જાલસીકા), ૭. પ્રભાત ડાંગર (રહે. જાલસીકા), ૮. એભલ ધીરૂભાઇ ડાંગર (રહે. જાલસીકા), ૯. નિર્મળ આહીર – ધીરૂભાઇનો ભાણેજ (રહે. જાલસીકા) અને ૧૦. લાલ ટીશર્ટ અને દાઢીવાળો અજાણ્યો ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના કુટુંબી ભાઈઓને આરોપીઓના બાળકો સાથે અગાઉ ઝઘડો અને મારકૂટ થઈ હોય જે અદાવતનો ખાર રાખી આરોપીઓએ લાકડી, ધારિયું, લોખંડનો પાઈપ અને છરી જેવા ઘાતક હથિયારો ધારણ કરી અર્ટિગા, સ્કોર્પિયો, ક્રેટા, થાર અને સ્વિફ્ટ જેવી કારમાં ફરિયાદીની દૂધ સહકારી મંડળી પાસે ધસી આવી ગાળાગાળી અને ડેરીમાં તોડફોડ કરી હતી…

    જેમને રોકવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયા આરોપીઓએ ઝઘડા વચ્ચે પડેલા ફરીયાદીના પુત્ર ગૌતમ ઉર્ફે ગોપાલ (ઉ.વ. ૧૭)ને એક અજાણ્યા શખ્સે માથામાં લોખંડનો પાઇપ મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જે બાદ લાલ રંગનું ટીશર્ટ પહેરેલા અને દાઢીવાળા એક અજાણ્યા ઈસમે મૃતક વિરમભાઈ સામંતભાઈ સરૈયા (ઉ.વ. ૩૭) ને છરી વડે આડેધડ ૫ થી ૬ જીવલેણ ઘા ઝીંકી દઈ તેમની ક્રૂર હત્યા કરી હતી. આ લોહિયાળ ખેલ ખેલીને તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા.

    હાલ આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે તમામ ઈસમો વિરુદ્ધ ગેરકાયદેસર મંડળી રચવી, હત્યા, રાયોટિંગ તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાના ભંગનો ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!