Thursday, May 7, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની દોશી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ : સરકારના નવા નિયમ મુજબ GCAS...

    વાંકાનેરની દોશી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ : સરકારના નવા નિયમ મુજબ GCAS પોર્ટલ પરથી જ થશે એડમિશન….

    વાંકાનેરની શ્રી એચ. એન. દોશી આર્ટ્સ એન્ડ આર. એન. દોશી કોમર્સ કોલેજ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ માટે કોલેજના પ્રથમ વર્ષ B.A. અને B.Com. માં પ્રવેશ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારની નવી પ્રવેશ પ્રણાલી અંતર્ગત વિદ્યાર્થીઓએ હવે નવી પદ્ધતિથી ફોર્મ ભરવાના રહેશે….

    ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ જગતમાં મોટો ફેરફાર કરતા નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતની 15 જેટલી યુનિવર્સિટીઓ અને તેને સંલગ્ન તમામ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે હવે વિદ્યાર્થીઓએ અલગ-અલગ ફોર્મ ભરવાના બદલે માત્ર એક જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ સરકારના GCAS પોર્ટલ પર ભરવાનું રહેશે. આ નવી પ્રવેશ પ્રક્રિયાને સુચારુ રૂપથી પાર પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા વાંકાનેરની દોશી કોલેજને ‘નોડલ કોલેજ’ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આથી, પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવા માંગતા દરેક વિદ્યાર્થીઓએ GCAS ના સત્તાવાર પોર્ટલ https://gcas.gujgov.edu.in પર જઈને પોતાની ઓનલાઈન એન્ટ્રી (રજિસ્ટ્રેશન) કરવાની રહેશે અને ત્યાં દર્શાવેલ જરૂરી ફી ભરવાની રહેશે…

    એડમિશન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓને પડતી મુશ્કેલીઓ નિવારવા અને પળેપળની સચોટ માહિતી પૂરી પાડવા માટે કોલેજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક વિશેષ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. કોલેજ દ્વારા જાહેર કરાયેલી લિંક https://chat.whatsapp.com/Eo7Qn1gBA0332zVuLuO2 પર ક્લિક કરીને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આ ગ્રુપમાં એડ થઈ શકશે. આ ગ્રુપમાં નિયમિત રીતે એડમિશન અંગેની લેટેસ્ટ માહિતી અને સૂચનાઓ મૂકવામાં આવશે, અને તે મુજબ જ વિદ્યાર્થીઓએ એડમિશન માટેની આગળની કાર્યવાહી કરવાની રહેશે. વિદ્યાર્થીઓને સમયસર પોતાનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!