Sunday, June 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : ઢુવા ચોકડી અને માટેલ નજીકથી બે મોટરસાયકલની ચોરી અંગે પોલીસ...

    વાંકાનેર : ઢુવા ચોકડી અને માટેલ નજીકથી બે મોટરસાયકલની ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ….

    વાંકાનેર તાલુકામાં વાહન ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે ઢુવા ચોકડી અને યાત્રાધામ માટેલ નજીકથી તસ્કરો બે મોટરસાયકલ ચોરી કરી રફુચક્કર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં પ્રથમ વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે રહેતા અને વ્યવસાએ વેટરનરી ડોક્ટર (પશુ ચિકિત્સક) મહમદમુસરફ ઇબ્રાહિમભાઈ બાદી પોતાનું મોટરસાયકલ લઈને ઢુવા ચોકડી નજીક આવ્યા હોય દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર તેમનું રૂપિયા 40,000ની કિંમતનું જીજે – 36 – એજી – 5096 નંબરનું બાઈક ચોરી કરી નાસી છૂટ્યો હતો.

    જ્યારે બીજા બનાવમાં માટેલ ખાતે રહેતા જગદીશભાઈ ઉર્ફે ટીનાભાઈ બચુભાઇ સરાવાડિયાએ પોતાની માલિકીનું રૂપિયા 50,000ની કિંમતનું જીજે – 36 – એડી – 7031 નંબરનું મોટરસાયકલ માટેલ નજીક પાર્ક કર્યું હોય જેની પણ કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી લઈ ગયો હતો જે બંને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!