વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર નાલા પાસે સર્વિસ રોડ પરથી વાંકાનેર સીટી પોલીસ ટીમે એક એક્સેસ બાઇકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડી, તેની કબૂલાત પરથી આરોપીએ ઘર પાસે વરના કારમાં છુપાવેલ અન્ય વિદેશી દારૂની ચાર સહિત કુલ પાંચ બોટલ વિદેશી દારૂ સાથે યુવાનની અટકાયત કરી વિદેશી દારૂનો જથ્થો આપી જનાર અન્ય એક શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેર નજીક ચંદ્રપુર નાલા પાસે હાઇવેના સર્વિસ રોડ પરથી એક્સેસ બાઇક નં. GJ 36 AE 8055 માં પસાર થતા વશીમભાઈ ઉર્ફે બાપુડી અબ્દુલભાઈ દિવાન (ઉ.વ. ૩૪) ને એક બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી, આરોપીની પૂછપરછ કરતાં તેણે અન્ય ચાર વિદેશી દારૂની બોટલો તેના ઘર પાસે ગેલેક્સી સોસાયટીમાં પાર્ક કરેલ વરના કાર નં. GJ 01 KP 6446 રાખેલ હોવાની માહિતી આપતા પોલીસે કુલ પાંચ બોટલ વિદેશી દારૂ, એક્સેસ બાઇક તથા વરના કાર સહિત કુલ રૂ. 1,74,250 ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી વિદેશી દારૂનો જથ્થો આપી જનાર અન્ય આરોપી ઇમરાનભાઈ ઉર્ફે ભુરો ઇબ્રાહિમભાઈ પઠાણ (રહે. ચંદ્રપુર) સામે પણ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg