વાંકાનેર પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના બોકડથંભા તથા માટેલ ગામ ખાતે જુગારનો દરોડો પાડી બંને જગ્યાએથી જાહેરમાં જુગાર રમતા કુલ નવ પત્તા પ્રેમીઓને રંગે હાથે ઝડપી પાડી તમામ સામે વાંકાનેર પોલીસમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે બોકડથંભા ગામે રામાપીરના મંદિર પાસે જુગારનો દરોડો પાડી આરોપી ૧). મિથુનભાઈ તેજાભાઈ સરાવાડીયા, ૨). રવિભાઈ પરબતભાઈ મુંધવા, ૩). ઉમેશભાઈ સોમાભાઈ તાવીયા, ૪). લાલજીભાઈ પ્રભુભાઈ મદ્રેસણીયા અને ૫). બાબુલાલ વિઠ્ઠલદાસ ગોંડલીયાને જાહેરમાં જુગાર રમતા રોકડ રકમ સહિત કુલ રૂ. 10,550 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા….
બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમે માટેલ ગામે શિતળાધાર રહેણાંક વિસ્તારમાં મેઇન શેરીમાં ખુલ્લી જગ્યામાં જુગારનો દરોડો પાડી આરોપી ૧). કિશનભાઇ કરસનભાઈ ડાભી, ૨). કુકાભાઈ ભલાભાઇ સરાવાડીયા, ૩). સુરેશભાઈ સનાભાઇ સરાવાડીયા અને ૪). દિનેશ અરજણભાઈ આકરીયાને જાહેરમાં જુગાર રમતા રોકડ રકમ સહિત કુલ રૂ. 11,290 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg