સવારે ધોરણ 10ની પરિક્ષા લેવાઇ, બપોરે ત્રણ વાગ્યાથી ધોરણ 12ની પરિક્ષાનો પ્રારંભ…..
સમગ્ર ગુજરાતમાં આજે સોમવારથી ધોરણ 10 તથા 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં સવારે ધોરણ 10 ની પરીક્ષા લેવાયા બાદ, બપોરથી ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. મોરબી જિલ્લામાં ધોરણ 10 માં લેવાયેલ ગુજરાતી વિષયના પેપરમાં પ્રથમ દિવસે કુલ 11,124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે કુલ 187 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. સમગ્ર જીલ્લામાં ધોરણ 10ની પરિક્ષામાં એકપણ કોપી કેસ નોંધાયો નથી. હાલ બપોરે ત્રણ વાગ્યાથી સમગ્ર જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ 12 ની પરીક્ષાનું પ્રારંભ થયો છે..
વાંકાનેર કેન્દ્રની વાત કરીએ તો આજે સવારથી ધોરણ 10ની પરિક્ષામાં કુલ 2578 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે કુલ 41 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધોરણ 10 બાદ હાલ બપોરથી ધોરણ 12ની પરીક્ષાનો વાંકાનેર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે, જેમાં પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓના મોં મીઠાં કરાવી પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ સાથે જ વિદ્યાર્થીઓને પરિક્ષા કેન્દ્ર પર તમામ સુવિધાઓ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી…
બીજી તરફ વાંકાનેર શહેરની ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ધારાસભ્ય જીતુભાઇ સોમાણી વિદ્યાર્થીઓને આવકારવા પહોંચી ગયા હતા અને પરીક્ષાર્થીઓના મોં મીઠાં કરાવી કેન્દ્રો પર તેમનું સ્વાગત કરી સફળતાના આશીર્વાદ આપ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp