વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક જેટ સિરામીક નામનાં કારખાનાના પાછળથી પસાર થતાં રેલવે ટ્રેક પર ફાટક પાસેથી પસાર થતો એક પરપ્રાંતિય યુવાન ટ્રેન હડફેટે આવી જતાં તેને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેનુ મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ જેટ સિરામિક કારખાના પાછળ રેલ્વે ફાટક નં. ૧૧/૬ પાસેથી પસાર થતી ટ્રેન હડફેટે આવી જતા સંજયભાઈ રાજેશભાઇ સોલંકી (ઉ.વ. 40, રહે. હાલ જેટ સિરામીકના લેબર ક્વાર્ટરમાં, ઢુવા. મુળ રહે. રાજસ્થાન) નામના યુવાનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યું નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp