તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં વાંકાનેર પંથકની અત્યંત મહત્વની એવી મહીકા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર યશવંતબા કિર્તિરાજસિંહ વાળાએ જંગી બહુમતીથી શાનદાર જીત નોંધાવી છે. આ ભવ્ય વિજય બાદ ઉમેદવાર અને તેમના પ્રતિનિધિ કિર્તિરાજસિંહ વાળાએ આ વિસ્તારના તમામ મતદારો, ટેકેદારો અને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે…

મહીકા બેઠકના મતદારોએ કોંગ્રેસ પાર્ટી અને વાળા પરિવારની વર્ષોની નિઃસ્વાર્થ સેવાની નોંધ લઈને ખોબલે-ખોબલે મત આપ્યા છે. આ જીતને યશવંતબા અને કિર્તિરાજસિંહ વાળાએ વ્યક્તિગત જીત ન ગણાવતા ‘જનતાના આશીર્વાદ અને સત્યનો વિજય’ ગણાવ્યો છે…

ઋણ સ્વીકાર : ” ચૂંટણીમાં અમારા પર અતૂટ વિશ્વાસ મૂકીને જંગી બહુમતીથી વિજયી બનાવવા બદલ વાંકાનેર કોંગ્રેસના શિર્ષ નેતૃત્વ, મહીકા જિલ્લા પંચાયત વિસ્તારના પ્રત્યેક વડીલો, યુવાનો અને માતા-બહેનોનો અમે કોટિ કોટિ આભાર માનીએ છીએ. આ જીત માત્ર મારી નહીં પરંતુ તમારી બધાની છે. દિવસ-રાત જોયા વગર ખભેખભો મિલાવીને પરિશ્રમ કરનાર કોંગ્રેસના તમામ નાના-મોટા વફાદાર કાર્યકર્તાઓ અને આગેવાનોની મહેનત આજે રંગ લાવી છે. તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. ”

અગાઉ ગારીયા ગામના સરપંચ તરીકે જે રીતે નિષ્ઠાપૂર્વક કામ કર્યું હતું, તેવી જ રીતે હવે મહીકા જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા તમામ ગામડાઓના વિકાસ, ખેડૂતોના પ્રશ્નો અને પાયાની સુવિધાઓ માટે અમે રાત-દિવસ એક કરી દઈશું. સત્તા કે પદ અમારા માટે સેવાનું માધ્યમ છે. જીત મળ્યા પછી પણ અમે શાસક તરીકે નહીં, પરંતુ હંમેશા તમારા એક સાચા અને નમ્ર લોકસેવક તરીકે તમારી વચ્ચે અને તમારી સેવામાં 24 કલાક ઉપલબ્ધ રહીશું. ”
~ કિર્તિરાજસિંહ વાળા

આ ઐતિહાસિક જીત સાથે જ મહીકા બેઠક પર કોંગ્રેસે પોતાનો દબદબો ફરી એકવાર સાબિત કર્યો છે. ચૂંટણી પરિણામો જાહેર થતા જ કોંગ્રેસ કાર્યાલય અને ગામડાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારા સાથે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



