વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી ખાતે આજરોજ અયોધ્યા ખાતે નવનિર્મિત શ્રી રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમસ્ત ભાટીયા સોસાયટી દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રસાદ ગ્રહણ, ભવ્ય કળશ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું….
આ શોભાયાત્રામાં ડી.જે.ના તાલે, ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી શોભાયાત્રા ગંગેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન થઈ સમગ્ર સોસાયટીના માર્ગો પર ફરી હતી, જેમાં ભગવાન રામ, લક્ષ્મણ તથા માતા સીતા રથમાં બિરાજમાન હોય અને યાત્રાની આગળ સંગીતના તાલે ઝૂમતી વાનરસેના આકર્ષણનું કેન્દ્ર બની હતી…
આ ભવ્ય કળશ શોભાયાત્રામાં સમગ્ર ભાટીયા સોસાયટીના નાગરિકો જોડાયા હતા જેમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું, જેમાં બાળકો, મહિલાઓ સહિત વૃદ્ધો રામ ઉત્સવના રંગે રંગાઇ જતાં જય જય શ્રી રામનાં નારાથી વાતાવરણ રામમય બની ગયું હતું….