વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના કણકોટ ગામના પાટીયા પાસેથી પસાર થતી એક i-20 કારને રોકી તલાશી લેતા તેમાંથી 192 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે દારૂ, બે મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂ. 3.95 લાખના મુદામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે કણકોટ ગામના પાટીયા પાસે વોચ ગોઠવતા ત્યાંથી પસાર થતી એક i-20 કાર નંબર નં. GJ 1 DA 7712 ને રોકી તલાશી લેતા તેમાંથી 16 પેટીમાં રાખેલ કુલ 192 બોટલ વિદેશી દારૂ(કિંમત રૂ. ૭૨,૦૦૦)નો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે સ્થળ પરથી દારૂ, બે મોબાઈલ ફોન તથા એક કાર સહિત કુલ રૂ. 3,95,000 ના મુદ્દામાલ સાથે આરોપી કલ્પેશભાઈ ઉર્ફે લાલો બાબુભાઈ ખાચર (ઉ.વ. ૨૨, રહે. ભાડલા, તા. જસદણ) અને છત્રજીતભાઈ વિજયભાઈ ખાચર (ઉ.વ. ૨૪, રહે. પાળીયાદ, દરબારગઢ તા. બોટાદ)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD