વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ એક વાડીમાં દરોડો પાડી ઢોર બાંધવાની ગમાણમાં છુપાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ આરોપી યોગીરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજાની વાડીએ દરોડો પાડી ઢોર બાંધવાની ગમાણમાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૭૫૦ મીલીની 28 બોટલ (કિંમત રૂ. ૧૦,૪૮૦) અને ૧૮૦ મીલીની 167 બોટલ(કિંમત રૂ. ૧૬,૭૦૦) સહિત કુલ રૂ. 27,180ના મુદ્દામાલ સાથે આરોપી યોગીરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજાની અટકાયત કરી હતી.
આ સાથે પોલીસે આ બનાવમાં હ આરોપી યોગીરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજાની પૂછતાછ કરતા વિદેશી દારૂનો જથ્થો રાજકોટના જસદણ તાલુકાના ભાડલા ગામના કલ્પેશભાઈ ખાચર પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે કલ્પેશ ખાચરને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD