વાંકાનેર શહેરની પટેલ સમાજ વાડી ખાતે આજરોજ રવિવારે ‘કોળી કેરિયર એકેડેમી-વાંકાનેર’ દ્વારા એક ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના ઉત્થાન અને શૈક્ષણિક પ્રોત્સાહનના ભાગરૂપે યોજાયેલા પાંચમા તેજસ્વી વિદ્યાર્થી તથા સરકારી કર્મચારીઓના સન્માન સમારોહમાં સમાજના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત કોળી સમાજના વિશેષ પ્રતિભા ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ તાજેતરમાં જ સરકારી નોકરી મેળવી સમાજનું ગૌરવ વધારનાર કર્મચારીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને સર્ટીફીકેટ (પ્રમાણપત્ર) એનાયત કરી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ભવ્ય સન્માન સમારોહના અધ્યક્ષસ્થાને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે યુવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં ચંદુભાઈ સિહોરા (સાંસદ સભ્ય), શામજીભાઈ ચૌહાણ (ધારાસભ્ય, ચોટીલા), પરસોતમ સાબરીયા (પૂર્વ ધારાસભ્ય) મહંત વાલજીભગત (કાળાસર ઠાકરધણી જગ્યા), પરસોતમ ભુવા સહિત વાંકાનેર અને આસપાસના વિસ્તારના સામાજિક તથા રાજકીય અગ્રણીઓ-આગેવાનોએ ખાસ હાજરી આપીને દીકરી-દીકરાઓ અને નવનિયુક્ત કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપસ્થિત વક્તાઓએ શિક્ષણનું મહત્વ સમજાવી સમાજને સંગઠિત અને પ્રગતિશીલ બનવા આહવાન કર્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમને સુચારુરૂપે સંપન્ન કરવા અને સફળ બનાવવા માટે કોળી કેરિયર એકેડેમીના આયોજકો તેમજ સમાજના જાગૃત કર્મચારીઓએ રાત-દિવસ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વાલીઓ અને આગેવાનોએ આ પ્રેરણાદાયી આયોજનને બિરદાવ્યું હતું.

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



