વાંકાનેર વિસ્તારમાં શ્રાવણ માસ શરૂ થતાં જ જુગારના પટ શરૂ થઇ ચુક્યા છે, જેમાં રોજબરોજ પોલીસ પત્તા પ્રેમીઓ સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે રવિવારે વાંકાનેર વિસ્તારમાંથી પોલીસે જુગારના ત્રણ દરોડામાં 14 પત્તા પ્રેમીઓને ઝડપી લીધા હતા….
પ્રથમ બનાવમાં વાંકાનેર સીટી પોલીસ ટીમે શહેરના નવાપરા વિસ્તારમાં શેરી નં. ૨ ખાતે જુગારનો દરોડો પાડી ૧). અમૃતભાઈ હેમંતભાઈ વેકરીયા અને ૨). જગદીશ ઉર્ફે જગો રમેશભાઈ સીતાપરાને સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા રોકડ રકમ રૂ. 3,450 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે શહેરના પેડક વિસ્તારમાં નાગાબાવાજીના મંદિર ગ્રાઉન્ડ પાસેથી આરોપી ૧). મહેશભાઈ હરિભાઈ મકવાણા, ૨). અંકુરભાઈ ભરતભાઈ ડાભી, ૩). હકાભાઇ ગોવિંદભાઈ પલાણી અને ૪). સરફરાજશા સલીમશા શાહમદારને રોકડ રકમ રૂ. 13,700 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા….
ત્રીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે આણંદપર ગામે રામદેવપીરના મંદિર પાસેથી આરોપી ૧). હેમંતભાઈ ધરમશીભાઈ કુકવાવા, ૨). વિષ્ણુભાઈ હરજીભાઈ કાંજીયા, ૩). વિપુલભાઈ ભાણજીભાઈ કેરવાડીયા, ૪). મહેશભાઈ લાલજીભાઈ કેરવાડીયા, ૫). દિનેશભાઈ બીજલભાઇ કાંજીયા, ૬). નિલેશભાઈ હીરાભાઈ કેરવાડીયા, ૭). ભરતભાઈ બીજલભાઇ કાંજિયા અને ૮). દિનેશભાઈ વખતરામ જોશીને જાહેરમાં જુગાર રમતા રોકડ રકમ રૂ. 40,200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS