Thursday, July 10, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના પાંચ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર એનાયત...

    વાંકાનેર તાલુકાના પાંચ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર એનાયત…

    આરોગ્ય કેન્દ્રોની ગુણવત્તાસભર સેવાઓ અને કાર્યક્ષમતાના ઉન્નત સ્તર થકી વાંકાનેરના આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્ર્રીય કક્ષાનું સન્માન…

    ભારત સરકાર દ્વારા વાંકાનેર તાલુકાના પાંચ આયુષ્માન આરોગ્ય મંદિરોને નિયત ૧૨ ગુણવત્તાસભર સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ આગવી સિદ્ધી જિલ્લાની આરોગ્ય સેવાઓની ગુણવતા કાર્યક્ષમતાના ઉન્નત સ્તરને પ્રદર્શીત કરે છે…

    મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી પ્રાથમિક આરોગ્ય ચકાસણી, ગર્ભવતી મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને સલાહ જેવી માતૃત્વ સબંધિત સેવાઓ, બાળકોના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી આરોગ્ય સેવાઓ, કુપોષણ નિવારણ, કુટૂંબ ક્લ્યાણ, કિશોર આરોગ્ય સંભાળ જેવી બાળ અને શિશુ આરોગ્ય સેવાઓ, ચેપી અને બિન ચેપી રોગોનું નિદાન અને સારવાર, ઇમરજન્સી આરોગ્ય સેવાઓ,

    માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ માટે માર્ગદર્શન, આયુષ & યોગ પધ્ધતીઓ દ્વારા આરોગ્ય સેવાઓ, શાળાના બાળકો માટે આરોગ્ય ચેક અપ અને સારવાર વગેરે માટે નિયમિત ગુણવતા ચકાસણી, દર્દી કેન્દ્રિત સેવાઓની ઉપ્લબ્ધ્તાઓ, સ્ટાફની કામગીરી અને આ બાબતે જાણકારી સહિત જરૂરી તમામ માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેર તાલુકાના સિંધાવદર – ૯૩.૩૭ %, વાલાસણ – ૯૧.૧૩ %, લાકડધાર – ૯૦.૭૭ %, વાંકિયા – ૮૮.૦૮ % અને કાછિયાગાળા – ૮૭.૮૧ % સાથે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે..

    આ તકે મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ દ્વારા જિલ્લા આરોગ્ય તંત્ર અને વાંકાનેર તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી ડો. આરીફ શેરશિયા તથા મેડિકલ ઓફિસર્સશ્રી ડો.આશિષ સવસાણી, ડો.મહેશ ડાભી, ડો.પુષ્પરાજસિંહ જાડેજા અને ડો.શાહિના અંસારી તથા આયુષ્માન આરોગ્ય મંદિરોના તમામ સ્ટાફ્ને આ સિદ્ધી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!