વાંકાનેર શહેર નજીક આવેલા વઘાસિયા ચેક ટોલ પ્લાઝા ખાતે આજરોજ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળીના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાંકાનેર ટીડીઓ આર. એમ. કોંઢીયા, ફોરેસ્ટ ઓફિસર કિશનભાઈ રોજાસરા, ટ્રાફિક પોલીસના દેવાયતભાઈ તેમજ વઘાસીયા ટોલ પ્લાઝાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…
આ તકે પર્યાવરણીય પહેલના ભાગરૂપે નેશનલ હાઈવેથી વઘાસિયા ગામ તરફ જતા બંને બાજુએ હવાની ગુણવત્તા સુધારવામાં, જમીનનું સંરક્ષણ કરવામાં તથા પર્યાવરણીય સંતુલન વધારવા વૃક્ષારોપણ કરી રોપાઓ ફરતે ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. જેનાથી ચેક ટોલ પ્લાઝાની સુંદરતાની સાથે પર્યાવરણના જતનમાં પણ વધારો થયો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47