બુટલેગરની વાડીમાંથી 71 બોટલ વિદેશી દારૂની ઝડપાઇ, આરોપી ફરાર….
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક વઘાસીયા ગામની સીમમાં આવેલ એક વાડીમાં દરોડો પાડી ઇલેક્ટ્રિક એન્ટેના નીચે જમીનમાં ખાડો કરી માટલા દાટી તેમા સંતાડેલ 71 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે આ બનાવમાં આરોપીને ફરાર દર્શાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના વઘાસીયા ગામની સીમમાં રેલ્વેના પાટા પાસે આવેલ આરોપી સહદેવસિંહ ઉર્ફે રાણાની વાડીમાં દરોડો પાડી મોટા ઇલેક્ટ્રિક એન્ટેના જેવા પોલ નીચે પથ્થર હેઠળ જમીનમાં ખાડો કરી દાટેલ ત્રણ મોટા માટલામાંથી મેકડોવેલ નંબર વન વ્હીસ્કીની 71 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 26,625) મળી આવી હતી, જેથી પોલીસે આ બનાવમાં આરોપી સહદેવસિંહ ઉર્ફે રાણો (રહે. વઘાસીયા) સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી, ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp