રાજકોટના બુટલેગરની વાડીની ઓરડીમાંથી 44 પેટી વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડતી મોરબી એલસીબી ટીમ…..
મોરબી એલસીબી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં આવેલ રાજકોટના બુટલેગરની વાડીની ઓરડીમાં દરોડો પાડી સ્થળ પરથી 2.08 લાખની કિંમતની 44 પેટી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપી લીધો હતો…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હોય કે, રાજકોટના ઇલુભાઇ સંધી નામના શખ્સે તીથવા ગામની સીમમાં રાતીદેવળી વાળા રસ્તે કુબા પાસે આવેલ પોતાની વાડીની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ હોય જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી ઓરડીમાંથી મેકડોવલ્સ નંબર વન ડીલક્ષ વ્હીસ્કીની 348 બોટલ (કિંમત રૂ. 1,30,500),
રોયલ ચેલેન્જ રીઝર્વ વ્હીસ્કીની 132 બોટલ (કિંમત રૂ. 68,400) તથા થંડરબોલ્ટ પ્રીમીયમ બીયરના 96 ટીન (કિંમત રૂ. 9,600) સહિત કુલ રૂ. 2,08,740નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ સાથે સ્થળ પર આરોપી હાજર નહીં મળી આવતાં પોલીસે આરોપી ઇલુભાઈ સંધીને ફરાર દર્શાવી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…