વાંકાનેર શહેર નજીક અમરસર ફાટક પાસેથી મોરબી એસઓજી ટીમ દ્વારા દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી લીધો હોય તથા મેસરીયા ગામે મારામારીના બનાવમાં પોલીસે છ શખ્સોની ધરપકડ કરી હોય, જે બંને બનાવમાં નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરની અમરસર ફાટક પાસેથી પોલીસે આરોપી પ્રકાશભાઈ રામજીભાઈ વાનેશીયાની દેશી તમંચા સાથે ઝડપી લીધો હોય જેણે પોતાના વકીલ અને વાંકાનેર બાર એસોસિયેશનના પુર્વ પ્રમુખ મયુરસિંહ પરમાર મારફતે વાંકાનેર કોર્ટમાં જામીન માટે અરજી કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે….
જ્યારે બીજા બનાવમાં વાંકાનેરના મેસરીયા ગામે સહકારી મંડળીની ચૂંટણીમાં થયેલ માથાકુટમાં બે શખ્સો પર હુમલો કરી માર મારવાનાં બનાવમાં પોલીસે ૧). બાબુભાઈ કાથડભાઈ ખાચર, ૨). રાજદિપભાઈ જોરૂભાઈ ધાંધલ, ૩). સોમકુભાઈ લખુભાઈ ખવડ, ૪). પ્રતાપભાઈ હકાભાઈ પલમાર, ૫). અજયભાઈ કાદુભાઈ ચોવસીયા અને ૬). શીવકુભાઈ દાદભાઈ ખાચરની ધરપકડ કરી હોય, જે તમામ આરોપીઓએ પોતાના વકીલ અને વાંકાનેર બાર એસોસિયેશનના પુર્વ પ્રમુખ મયુરસિંહ પરમાર મારફતે વાંકાનેર કોર્ટમાં જામીન માટે અરજી કરતા નામદાર કોર્ટ તમામ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે….