આજ રોજ સમગ્ર વિશ્વમાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબના જન્મ દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વાંકાનેરના તીથવા ગામે ઇદે મિલાદ તહેવારની સ્વચ્છતા અભિયાન સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામના મુસ્તુફા ડેકોરેશન કમિટીના પ્રમુખ પટેલ યુસુફભાઈ સાજીભાઈના નેતૃત્વ હેઠળ સમગ્ર ટીમ દ્વારા તીથવા ગામના નાના ઝાંપાથી મોટા ઝાંપા સુધી,
સમગ્ર મેઈન બજારની સફાઇ કરી આશરે બે ટ્રેક્ટર ટ્રોલી ધનકચરાનો નિકાલ કરી બજારને સ્વચ્છ કરી ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ સાથે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ગમના સરપંચ ઈસ્માઈલભાઈ પરાસરા, ઉપસરપંચ અબ્દુલભાઈ પટેલ, તીથવા ગ્રામ પંચાયત ટીમ અને સમગ્ર તીથવા સુન્ની મોમીન મુસ્લિમ જમાત અને જમાત પ્રમુખ નુરમામદભાઈ શેરસીયા(દરજી) સહિતના જોડાયા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg