આજુબાજુના ખેડૂતોની જમીનના તળ ઉંચા લાવવા તથા તિથવા પંથકમાં ખેડૂતોના વિકાસ માટે ઇરફાન પીરઝાદા દ્વારા રજુઆત કરાઇ….
વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં દુષ્કાળના સમયે દલી તળાવનું નિર્માણ કરવામાં આવેલ હોય જે તળાવ હાલ આજુબાજુના ખેડૂતો માટે આશીર્વાદ ગ્રુપ બને તે માટે વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઇરફાન પીરઝાદા દ્વારા રાજ્યના સિંચાઈ મંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી આ દલી તળાવને ખેડૂતોના લાભ માટે ઊંડું ઉતારી અને પાકી પાળ બાંધવા માંગ કરવામાં આવી છે….
બાબતે તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાનાં તિથવા ગામની સીમમાં વર્ષ ૧૯૭૨/૭૩ પહેલાં દુષ્કાળ સમયે જંગલ અને પહાડોની વચ્ચે દલી તળાવ બનાવવામાં આવેલ હોય, જેમાં હાલ ચોમાસું પાણીની મોટી આવક છે. આ દલી તળાવ તીથવા ગામે આશરે પાંચ હેકટરમાં ફેલાયેલ હોય જેમાંથી આજુબાજુના ખેડુતો આશરે 150 વિઘાથી વધુ ખેતીની જમીનમાં સિંચાઈનો લાભ મેળવે છે તથા પશુપાલકોના પશુઓને પણ આનો લાભ મળે છે. બાબતે ખેડુતોની વારંવા૨ ૨જુઆત છતા આ તળાવની મરામત કરવામાં આવેલ નથી, જેથી દર વર્ષે આ તળાવમાં યોગ્ય જથ્થામાં પાણીનો સંગ્રહ થતો નથી અને મોટા પ્રમાણ પાણી વહીને આસોય નદીમાં ભળી જાય છે.
આ દલી તળાવને ઉંડુ ઉતારવામાં આવે અને તળાવની પાળ મજબુત કરી વેસ્ટ વિયરને પાકો કરવામાં આવે તો તળાવમાં પાણી સંગ્રહ શકિત વધી જાય અને તીથવા ગામનાં દલી તળાવમાંથી આજુબાજુના વધારે ખેડુતોને સિંચાઈનો મોટો લાભ મળે, પાણીના તળ ઉંચા આવે અને પાણીની કુદરતી અછત સમયે ખેડુતો અને પશુપાલકોને મોટો ફાયદો થાય તેમ હોય જેથી આ બાબતે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા ઘટતું કરવા માંગ કરવામાં આવી છે….