વાંકાનેર તાલુકાના તરકીયા ગામ ખાતે રહેતી એક પરણીત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણો સરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તરકીયા ગામ ખાતે રહેતા નીતાબેન મુન્નાભાઈ લાલાભાઇ બાવળીયા (ઉ.વ. ૩૪) નામની પરણીત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની મંગલમ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg