15 દિવસથી આયુષ્યમાન કાર્ડ વેબસાઈટ બંધ તથા આધારકાર્ડ સેવા અસરગ્રસ્ત હોવાથી નાગરિકો હેરાનપરેશાન….
વાંકાનેર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડ કામગીરી ખાડે ગઇ હોવાનો ઘાટ સર્જાયો છે, જેમાં આયુષ્યમાન કાર્ડ માટેની વેબસાઇટ સતત ડાઉન રહેવાના કારણે ગરીબ નાગરિકો માટે મહત્વની આરોગ્યલક્ષી કામગીરી તદ્દન બંધ થતાં નાગરિકો હેરાનપરેશાન થઇ રહ્યા છે.
આ સાથે જ આધાર કાર્ડની કામગીરીની પણ આવી જ સ્થિતિ છે, જેમાં લોકોને આધારકાર્ડમાં નામ સુધારવાની કામગીરી પણ હાલ વેબસાઇટ ડાઉન થવાના કારણે બંધ રહેતી હોવાથી સમગ્ર પંથકના નાગરિકોને સેવા સદન કચેરી ખાતે ધક્કા થઇ રહ્યા છે. હાલ જાહેર જનતા માટે અતિ મહત્વની આ બંને સેવા ખાડે જતાં લોકો હેરાનપરેશાન થઈ રહ્યા છે, જેથી બાબતે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક જનહિત માટે બંને સેવાઓને પુર્વરત કરવાં માંગ ઉઠી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg