હાલમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાને કારણે લોકો ઠંડીની જગ્યાએ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. પરંતુ હજુ રાજ્યમાંથી શિયાળાએ વિદાય લીધી નથી. રાજ્યમાં પવનોની દિશા બદલાવાને કારણે લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે. ગુજરાતમાં પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યના હવામાનમાં પલટો આવશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે….
ગુજરાતમાં 27 થી 29 જાન્યુઆરી દરમિયાન કેટલાક ભાગમાં માવઠું પડી શકે છે. અંબાલાલે આગાહી કરતા જણાવ્યું છે કે, 21થી 30 જાન્યુઆરી વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં ફરી ઠંડી વધશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કડકડતી ઠંડી નો અનુભવ થઈ શકે છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0