પોલીસ હળવદ તાલુકાના બે તથા કોઠી ગામના એક શખ્સને ચોરી કરેલ ખેત સાધનો તથા બાઇક સાથે ઝડપી પાડ્યા….
વાંકાનેર તાલુકાના કોઠી ગામ ખાતેથી થોડા સમય પહેલા બે ખેડૂતના ખેત સાધનો તથા એક બાઈક ચોરીનો બનાવ સામે આવ્યો હોય, જે બનાવનો ભેદ ઉકેલવામાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમને સફળતા મળતાં પોલીસે આ ગુનામાં હળવદ તાલુકાના બે અને કોઠી ગામના એક ઇસમને ચોરી થયેલ ટ્રેક્ટર ટ્રોલી, રોટાવેટર, બાઇક તથા એક હલર સહિત કુલ રૂ. 2.85 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામ ખાતે સાતેક મહિના પહેલા ટ્રેક્ટર ટ્રોલી તથા રોટાવેટર મશીનની ચોરી થયેલ હોય, જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવી બનાવનો ભેદ ઉકેલી આરોપી ૧). સાજણભાઈ રણમલભાઈ ઉર્ફે જગાભાઈ ચાવડા (ઉ.વ. ૨૮, રહે. કોઠી, તા. વાંકાનેર),
૨). સોંડાભાઈ શીવાભાઈ સેફાત્રા (ઉ.વ. ૨૯, રહે. ખેતરડી, તા. હળવદ) અને ૩). રાહુલભાઈ ઉર્ફે ભુરાભાઈ બચુભાઈ સેફાત્રા (ઉ.વ. ૨૨, રહે. ખેતરડી, તા. હળવદ) ને એક ટ્રેક્ટર ટ્રોલી, એક રોટાવેટર, એક હિરો સ્પ્લેન્ડર બાઇક અને હલર (થ્રેશર) સહિત કુલ રૂ. 2,85,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ એલ. એ. ભરગા, એએસઆઈ ચમનભાઈ ચાવડા, હેડ કો. ક્રિપાલસિંહ ચાવડા, કો. સંજયસિંહ જાડેજા, વિજયભાઈ ડાંગર, રવિભાઈ કલોત્રા, દિનેશભાઈ લોખીલ તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા સહિતના રોકાયા હતા…