ધોરણ 12 કોમર્સના ઝળહળતા પરિણામ બાદ ધોરણ 10 માં પણ સંસ્કૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અવ્વલ….
વાંકાનેર શહેરની નામાંકિત એવી સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા ધોરણ 12 કોમર્સના પરિણામો બાદ ધોરણ 10ના પરિણામોમાં પણ જ્વલંત સફળતા સાથે ઐતિહાસિક પરિણામ મેળવ્યું છે, જેમાં ધોરણ 10 ના આજે જાહેર થયેલા પરિણામોમાં શાળામાં અભ્યાસ કરતા 91 વિદ્યાર્થીઓમાંથી 89 વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણાંક સાથે પાસ થયા છે, જેમાંથી 13-13 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યા છે…
બે દિવસ પહેલા જાહેર થયેલા ધોરણ 12 કોમર્સના પરિણામોમાં પણ સંસ્કૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા મેળવી છે, જેમાં શાળામાં અભ્યાસ કરતા 23 જેટલા વિદ્યાર્થીઓએ 90 PR થી વધુ મેળવ્યા છે….
મોરના ઈંડા ચીતરવા ન પડે…: શાળાના સંચાલક મુસ્તાકસરના પુત્રએ ગણિતમાં 100 માંથી 100 ગુણ સાથે 91.17% ઝળહળતું પરિણામ મેળવ્યું….
આ સાથે જ શાળાના સંચાલક મુસ્તાક સરના પુત્ર મિઝાન બાદીએ આજે જાહેર થયેલ ધોરણ 10ના પરિણામોમાં ગણિત વિષયમાં 100 માંથી 100 ગુણ સાથે 91.17% પરિણામ મેળવી પિતાના સપનાને સાકાર કરી બતાવ્યું છે…..
આપનાં બાળકના સર્વાંગી વિકાસ સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો….