વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર બુધવારે બપોરે પાણી ભરેલ તલાવડીમાં કોઇ અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતી હાલતમાં દેખાતો હોવાની માહિતી મળતા વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પાણીમાંથી બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર કેમેરોન ટાઈલ્સ નામના કારખાના પાછળ પાણી ભરેલ તલાવડીમાંથી આજે બપોરે એક અજાણ્યા 30 થી 35 વર્ષની ઉંમરના પુરૂષનો મૃતદેહ મળી આવતાં વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવા તજવીજ શરૂ કરી બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની માહિતી મળી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg