વાંકાનેર પુર્વ ધારાસભ્ય અને જીલ્લા પંચાયતના સદસ્યો દ્વારા કલેક્ટરશ્રીને રૂબરૂ મળી રજૂઆત કરાઇ….
વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય તથા વાંકાનેર વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા આજરોજ મોરબી જિલ્લા કલેકટરને રૂબરૂ મળી વાંકાનેર વિસ્તારમાં ખેડૂતો તથા આમ નાગરિકોના પ્રાણ પ્રશ્નો બાબતે લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિકા તમામ પ્રશ્નોના નિરાકરણ લાવવા માંગ કરી છે…
બાબતે કલેક્ટરશ્રીને રજૂઆત આગેવાનોએ જણાવ્યું હતું કે, વાંકાનેર તાલુકામાં અતિભારે વરસાદના કારણે ખેડુતોના પાકને ભારે નુકસાની થયેલ હોય, જેનું ખેડૂતોને તાત્કાલીક વળતર ચૂકવવા, તથા વાંકાનેર શહેરના પાતળિયા પુલથી દોશી કોલેજ સુધીના ખખડધજ રોડનું તાત્કાલિક નવિનીકરણ કરવા તેમજ વાંકાનેર-મિતાણા મેઇન રોડ પર અસોય નદી પર મેજર બ્રીજ બનાવવા માંગ કરી હતી….
આ તકે વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, જીલ્લા પંચાયત સદસ્ય હરદેવસિંહ જાડેજા, ઇસ્માઇલભાઈ બાદી, કરશનભાઈ લુંભાણી તથા સહકારી આગેવાન હસનભાઈ પટેલ, આબીદ ગઢવાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg