વાંકાનેર-ચોટીલા હાઇવે ઉપર રંગપર ગામની સીમમાં આવખલ સોમનાથ હોટલ ખાતે બેઠેલા બે પિતરાઈ ભાઈઓ પર કારમાં આવેલા ચાર શખ્સોએ આઇસર ટ્રકના ફેરા બાબતે થયેલ મનદુઃખનો ખાર રાખી હુમલો કરી માર મારતાં આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામ રહેતા અને વાંકાનેર હાઇવે ઉપર ચાની હોટલ તેમજ ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવતા ગભરૂભાઈ રતાભાઈ સામળએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). સાદુલભાઇ મેરાભાઇ લોહ, ૨). હીરાભાઇ કરણાભાઇ લોહ, ૩). પોલાભાઇ લાખાભાઇ લોહ અને ૪). રામાભાઇ ભીમશીભાઇ લોહ (રહે.તમામ જાલીડા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને ત્રણ આઇસર ટ્રક હોય, જે આજુબાજુના કારખાનામાં ફેરામાં ચાલતા હોય અને આરોપીઓ પાસે પણ આઇસર ટ્રક હોય જેથી ટ્રકના ફેરા બાબતનો થયેલ મનદુઃખનો ખાર રાખી ફરિયાદી પોતાની સોમનાથ હોટલ ખાતે પિતરાઇ ભાઇ દશરતભાઈ સામળ સાથે હોય, ત્યારે ચારેય આરોપીઓ પોતાની શખ્સ સ્વીફ્ટ કાર નં. GJ 36 AC 5056 માં હોટલે આવી ‘ તમારી ટ્રક કારખાનામાં ચલાવતા નહીં ‘ એમ કહી પાઇપ અને લાકડી વડે બંને ભાઇઓ પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે ચારેય ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે….