નીચેના માળે દરવાજાનું તાળું તોળી તસ્કરો સોનાચાંદીના દાગીના તથા રોકડ રકમ લઇ છનન થઈ ગયાં….
વાંકાનેર શહેર નજીક આવેલ બ્રહ્મસમાજ સોસાયટીમાં રહેતા એક પરિવારના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં રાત્રીના સમયે પરિવારના સભ્યો ઉપરના માળે સુતો હોય ત્યારે તસ્કરો નીચેના માળના તાળા તોડી સોના-ચાંદીના દાગીના, રોકડ તેમજ મોબાઈલ સહિત 50,300ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી નાસી જતાં આ મામલે પોલીસે ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક રાજકોટ રોડ પર આવેલ બ્રહ્મસમાજ સોસાયટીમાં રહેતા અને પીજીવીસીએલમા નોકરી કરતા દિવ્યેશભાઈ જગદીશભાઈ જાની(ઉ.વ. ૩૬)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. 24ના રોજ ફરિયાદ તથા તેમના પરિવારના સભ્યો ઘરે ઉપરના માળે સુતા હતા ત્યારે વહેલી સવારે કોઇ અજાણ્યા તસ્કરે ઘરના નીચેના માળનું તાળું તોડી પ્રવેશ મેળવી રૂમના કબાટમાંથી સોનાની બુટી, ચેઇન, પાટલા, સોનાની માળા, દસ હજાર રોકડા તેમજ એક નોકિયાનો સાદો મોબાઈલ સહિત રૂ. 50,300ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી લઇ જતા આ મામલે અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0