વાંકાનેર શહેર નજીક સેવા સદન કચેરી પાછળ આવેલ બ્રહ્મ સમાજ સોસાયટીમાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં તસ્કરોએ એક સાથે દસ કરતાં વધારે મકાનોને નિશાન બનાવી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. જેથી બાબતે બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તસ્કરોને ઝડપી લેવા તજવીજ શરૂ કરી હોવાની માહિતી મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક સેવા સદન કચેરી પાછળ આવેલ બ્રહ્મ સમાજ સોસાયટીમાં રવિવાર મધ્યરાત્રીના અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં સોસાયટીમાં બહારગામ ગયેલ આઠથી વધારે બંધ મકાનોને નિશાન બનાવી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહિત કિંમતી સમાનની ચોરી કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. બાબતની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોય, પરંતુ બનાવના 48 કલાક બાદ પણ હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ ન થઈ હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે….
અત્રે ઉલ્લેખનીય છે કે, ટંકારા ખાતે રાષ્ટ્રપતિના કાર્યક્રમ હોય, જેમાં સમગ્ર જીલ્લામાંથી પોલીસ બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી હોય, ત્યારે વાંકાનેર જીઆરડી તથા પોલીસ જવાનો પણ ચાર દિવસથી ટંકારા ખાતે ફરજમાં હોવાથી દરમિયાન બ્રહ્મ સમાજ સહિતના મોટાભાગના જીઆરડી પોઇન્ટ ખાલી હોય તથા પોલીસ પેટ્રોલિંગ ઓછું હોય, ત્યારે જ તસ્કરોએ આ તકનો લાભ લઈ આ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD