
વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે આવેલ દારૂલ ઉલૂમ ગૌષે સમદાની મુકામે ગઇકાલે હજ-૨૦૨૬ માટે પવિત્ર યાત્રાએ જઈ રહેલા હાજીઓના માર્ગદર્શન માટે વિશેષ હજ તરબિયતી ઈજતિમા (તાલીમી શિબિર)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં હજયાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા…


આ શિબિરમાં સંસ્થાના વડા મૌલાના મુહમ્મદ અમીન અકબરી તથા અબ્દુર્રશીદભાઈ(પોરબંદર)એ હજ્જે બૈતુલ્લાહના અરકાન (નિયમો) અને મદીના મુનવ્વરાની હાજરી વિશે મૌખિક તેમજ પ્રેક્ટિકલ નિદર્શન દ્વારા હાજીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ શિબિરમાં મહિલા હજયાત્રીઓ માટે તાલીમની અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




