વાંકાનેર વિસ્તારમાં રહેતી એક સગીર વયની દિકરીને આરોપી અપહરણ કરી ભગાડી જતાં આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો હોય જેમાં મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા તપાસ ચલાવી આ ગુનામાં સંડોવાયેલ આરોપીને મહીસાગર જીલ્લામાંથી ઝડપી પાડી ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લામાં અપહરણ અને ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ કાર્યરત હોય દરમિયાન ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર તાલુકા હદ વિસ્તારમાં આવતા એક કારખાનામાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપી રાજુ નવાભાઇ મસાર (ઉ.વ. ૨૧, રહે. બામણીઓઢા, જી. અરવલ્લી)ને મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના બેડવલ્લી ગામના ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરી, આ બનાવમાં ભોગ બનનારને પણ શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
મોરબી AHTUની આ કામગીરીમાં પીઆઈ એન. એ. વસાવા, હેડ કો. નંદલાલ વરમોરા, ભરતસિંહ ડાભી, બકુલભાઈ કાસુન્દ્રા, કૌશિકભાઈ મણવર, અશોકસિંહ ચુડાસમા, ફૂલીબેન ઠાકોર સહિતના જોડાયા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp