Tuesday, March 18, 2025
More
    Homeમુખ્ય સમાચારરાજકોટ અને મોરબી જિલ્લાના અતિવૃષ્ટિ ગ્રસ્ત ખેડૂતોને રાજકોટ ડિસ્ટ્રીક બેન્ક 0% વ્યાજે...

    રાજકોટ અને મોરબી જિલ્લાના અતિવૃષ્ટિ ગ્રસ્ત ખેડૂતોને રાજકોટ ડિસ્ટ્રીક બેન્ક 0% વ્યાજે 50,000 સુધીની લોન આપશે….

    ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં ખેડૂતોને ભારે નુકશાન થયું છે અને પાક તેમજ જમીન ધોવાણના કિસ્સામાં આર્થિક ફટકો પડતા રાજકોટ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક દ્વારા મહત્વનો નિર્ણય લઈ રાજકોટ અને મોરબી જિલ્લાના બે લાખ ખેડૂત સભાસદો માટે એક વર્ષની મુદત માટે મહત્તમ 50,000 ની મર્યાદામાં 0% વ્યાજે લોન આપવા 1000 કરોડનું ધિરાણ ફાળવવાની જાહેરાત કરી છે….

    રાજકોટ ડિસ્ટ્રીક બેન્ક દ્વારા દિવાળીના તહેવાર અવસરે જ મોરબી તેમજ રાજકોટ જિલ્લાના અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો માટે મહત્વનો રાહત આપતો નિર્ણય કરી રૂ. 1000 કરોડનું ધિરાણ 0% વ્યાજે એક વર્ષ માટે ફાળવવા નિર્ણય કર્યો છે. રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના આ નિર્ણયનો લાભ મોરબી અને રાજકોટ જિલ્લાના બે લાખ ખેડૂતોને એક મહિનાના સમય ગાળામાં જ મળી જશે….

    જિલ્લા બેંકના સુપ્રીમો એવા ધારાસભ્ય જયેશ રાદડિયાએ મોરબી અને રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરતા જણાવ્યું હતું કે, બંન્ને જિલ્લાના બેંકના સભાસદ ખેડૂતોને એક પણ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા વગર એક હેકટરે 10 હજાર અને મહત્તમ 5 હેકટર જમીનની મર્યાદામાં 50 હજારનું ધિરાણ એક વર્ષની મુદત માટે 0% વ્યાજે આપવામાં આવશે અને આ ધિરાણ પાછળ જિલ્લા બેન્ક રૂપિયા 100 કરોડનું વ્યાજ ખેડૂતો વતી ચૂકવશે. ઉલ્લેખનીય છે કે સામાન્ય સંજોગોમાં ખેડૂતોને 9 થી 10 ટકા વ્યાજદરે લોન મળતી હોય છે, ત્યારે પુરઅસરગ્રસ્ત ખેડૂતો માટે જિલ્લા બેંકે રાહત માટે 1000 કરોડનું જંગી ધિરાણ 2 લાખ ખેડૂત સભાસદો માટે જાહેર કર્યું હોવાનું તેમને જણાવ્યું હતું….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!