ત્રિમંદિર-કુવાડવા ખાતે જીતુભાઇ સોમાણી તથા તેમના સમર્થકો દ્વારા રાજકોટ લોકસભાના ઉમેદવારનું સ્વાગત કરાયું…
રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બનેલ પરસોત્તમભાઈ રૂપાલા નામ જાહેર થયા બાદ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવી રહ્યા હોય, ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિત તેમના સમર્થકો દ્વારા ત્રિમંદીર કુવાડવા ખાતે આજે પરસોત્તમભાઈ રૂપાલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું….
આ સ્વાગત માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં વાંકાનેરથી 51 કારના કાફલા સાથે બહોળી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ત્રિમંદિર ખાતે પહોંચી પરસોતમભાઈનું સ્વાગત કરી પાંચ લાખ કરતાં વધારે મતોની લીડથી તેમને વિજેતા બનાવવા વિજય વિશ્વાસ પ્રકટ કર્યો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp