વાંકાનેર તાલુકા વિસ્તારમાં તાજેતરમાં જ નિમણૂક પામેલા 37 નવા આંગણવાડી વર્કરો જેમાં ૧૭ કાર્યકર અને ૨૦ તેડાગરને વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે કારોબારી સમિતીના ચેરમેન જીજ્ઞાસાબેન મેર તથા પ્રમુખ પતિ હરૂભાઇ ઝાલાના હસ્તે માનદ વેતન સેવાના નિમણુંક ઓર્ડર આપવામાં આવ્યા હતા…
આ સાથે જીજ્ઞાસાબેન મેરે ICDS યોજના મુખ્ય હેતુ ૧). ૦ થી ૬ વર્ષના બાળકોના પોષણ અને આરોગ્ય સ્થિતિ સુધારવા, ૨). બાળકના યોગ્ય, માનસિક શારીરિક અને સામાજિક વિકાસ, ૩). મૃત્યુ ભારણ ઘટાડવા, કુપોષણ અને શાળા ડ્રોપઆઉટ અંગે જણાવ્યું હતું કે, આઈસીડીએસ યોજનાએ લાભાર્થીના પોષણ કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ૬ વર્ષથી નીચેના બાળકોમાં કુપોષણનો સામનો કરવા માટે, સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓ માટે રાજ્ય સરકાર દ્વારા આ પોષણ કાર્યક્રમ અમલીકરણ કરવામાં આવે છે.
૬ વર્ષથી નાની ઉંમરના સામાન્ય બાળકોમાં સપ્લીમેંટરી ન્યૂટ્રીશન સમકક્ષ ૫૦૦ કેલરી અને ૧૨ થી ૧૫ ગ્રામ પ્રોટીન અને ૮૦૦ કેલરી અને ૨૦ થી ૨૫ ગ્રામ પ્રોટીન ૬ વર્ષથી ઓછી ઉંમરના અતિઓછા વજનવાળા બાળકોને આપવામાં આવે છે. સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને કિશોર કન્યાઓ ૬૦૦ કેલરી અને ૧૮ થી ૨૦ ગ્રામ પ્રોટીન SNP સાથે આપવામાં આવે છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp