વાંકાનેર શહેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલા રવિવારે પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે, વાંકાનેર ખાતે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે, ત્યારે આજ રોજ ઑક્ટોબર માસના પ્રથમ રવિવારે યોજાયેલ આ પુસ્તક પરબમાં અનેક લોકોએ પુસ્તક પરબની મુલાકાત લીધી હતી અને વાંચવા માટે નિઃશુલ્ક પુસ્તકો મેળવ્યા હતા. પુસ્તક પરબ ટીમના તમામ સભ્યોએ પુસ્તક પરબ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી….
આ તકે વાંકાનેર સિટીના પી.એસ.આઈ. ધર્મિષ્ઠાબેન કાનાણી, રમેશભાઈ ડાભી, વિપુલભાઈ પરમાર, યુવરાજસિંહ વાળા, પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, યજ્ઞેશભાઈ ભટ્ટ, અતુલભાઈ બુદ્ધદેવ, ડૉ.નવીનચંદ્ર સોલંકી, દર્શનાબેન જાની, હાર્દિકભાઈ સોલંકી અને ડૉ. ડાહ્યાલાલ પરબતાણી, દર્શનાબેન જાની સહિતના ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L