વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પોલીસ સક્રિય હોય, ત્યારે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમી અને ટેકનિકલ માધ્યમથી સીટી પોલીસમાં નોંધાયેલ લૂંટના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપી અરૂણ ઉર્ફે તુફાન ઉર્ફે વિજયબહાદુર બલેન્દ્રભુષણ યાદવ (ઉ.વ. ૩૦, રહે. દેવાપુર, ઉતરપ્રદેશ) ને ઉત્તર પ્રદેશની ઝડપી પાડી ધોરણોસણની કાર્યવાહી હાથ ધરી છે….
આ સાથે જ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા આ ગુનામાં ફરાર અન્ય આરોપી નિતેષ બ્રીજરાજ શુક્લા (રહે. આશાપુર-નેવાડી, યુપી) અને ભીમેશ રામસુર સરોજ (રહે. કુશાહી-નેવાડી, યુપી) ને ઝડપી લૈવા તજવીજ શરૂ કરી છે….
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ એચ. વી. ઘેલા, હેડ કો. મેરૂભાઈ રોજાસરા, કો. દિલીપભાઈ ગેડાણી, લોકરક્ષક ભરતભાઈ દલસાણીયા સહિતના જોડાયા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L