સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ કુસ્તી ગત શુક્રવાર અને શનિવારના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મુકામે રાખવામાં આવેલ હોય, જેમાં વાંકાનેરની દોશી કોલેજના પ્રોફેસર ડો. વાય. એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ બહેનોની કુસ્તીની ટીમ સેકન્ડ રનર અપ બની હતી, જેમાં ઝાપડા મધુ મશરૂભાઈ (લાલપર)એ ૫૭ કિલો વજનમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે, જેવો નેશનલ લેવલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. આ સાથે જ ૬૨ કિલો વજનમાં સારલા વિશાખા ભુપતભાઇ (ધમલપર) બ્રોન્ઝ મેડલ, ૫૩ કિલો વજનમાં સોલંકી નિલાક્ષી સુખાભાઈ (રાજાવડલા) બ્રોન્ઝ મેડલ મેળવેલ છે….
આ સાથે જ ભાઈઓની કુસ્તી ફ્રી સ્ટાઈલમાં ધરોડિયા આનંદ જયેશભાઈ (વાંકાનેર) ૭૯ કિલો વજનમાં બ્રોન્ઝ મેડલ, યાદવ મિલનકુમાર રાજુભાઈ ૬૧ કિલો વજનમાં બ્રોન્ઝ મેડલ, ભાઈઓ કુસ્તી ગ્રીકો રોમન સ્ટાઈલમાં યાદવ મિલન કુમાર રાજુભાઈ ૬૦ કિલો વજનમાં સિલ્વર મેડલ મેળવેલ છે…
કુસ્તી સ્પર્ધામાં સેકન્ડ રનર અપ ટીમમાં સારલા વિશાખા ભુપતભાઇ, ઝાપડા મધુ મશરૂભાઈ, ગાબુ કિંજલ દેવરાજભાઈ, ખલીફા સુજાન શાહબુદિનભાઈ, સોલંકી નિલાક્ષી સુખાભાઈ તેમજ કુસ્તીમાં ભાઈઓની ટીમમાં ધરોડીયા આનંદ જયેશભાઈ, યાદવ મિલનકુમાર રાજુભાઈ, ઝાલા દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ, પાંચિયા અનિલ હકાભાઈ, સરૈયા કમલેશ વિરમભાઈનો સમાવેશ થયો હતો…