વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના તિથવા ગામના બોર્ડ નજીકથી પોલીસે બે શખ્સોને નોટ નંબરીનો જુગાર રમતાં રંગે હાથ ઝડપી પાડી, બંને આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામના બોર્ડ પાસેથી પોલીસે આરોપી કરણભાઈ સનમુગનભાઇ નાયકર (ઉ.વ. ૪૮) અને જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ નગવાડીયા (ઉ.વ. ૩૬) ને જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર પર એકી-બેકીનો નોટ નંબરીનો જુગાર રમતા રોકડ રકમ રૂ. ૬૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc