
મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટેની સૌથી મોટી પરીક્ષા NEET-UG 2026ને લઈને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ મોટો નિર્ણય લીધો છે. 3 મેના રોજ દેશભરમાં લેવાયેલી આ પરીક્ષા પેપર લીકની ફરિયાદોને પગલે રદ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ લેવાયેલા આ નિર્ણયથી પરીક્ષા આપનારા 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે. સમગ્ર કૌભાંડની ગંભીરતાને જોતા કેન્દ્ર સરકારે કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને સોંપી છે….

રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. 10 મેના રોજ ઇન્ટેલ ઇનપુટના આધારે દેહરાદૂન, સીકર અને ઝુંઝુનૂમાંથી 13 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં સીકરની એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના કરિયર કાઉન્સિલરનો પણ સમાવેશ થાય છે.
તપાસમાં સામે આવ્યું છે કે પરીક્ષાના 720 માંથી 600 માર્કના પ્રશ્નો પરીક્ષાના બે દિવસ પહેલા જ સીકરમાં અમુક વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયા હતા. કેરળની એક કોલેજમાં MBBS કરી રહેલા એક વિદ્યાર્થીએ 1 મેના રોજ સીકરમાં પોતાના મિત્રને આ ‘ગેસ પેપર’ મોકલ્યું હોવાની વિગતો સામે આવી છે…
હાલમાં, કાયદા અમલીકરણ એજન્સીઓ અને SOG દ્વારા તમામ શંકાસ્પદોની સોશિયલ મીડિયા ચેટ્સ અને કોલ લોગ્સની સઘન તપાસ કરવામાં આવી રહી છે. NTA એ જણાવ્યું છે કે તે CBI ની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે અને જરૂરી તમામ દસ્તાવેજો પૂરા પાડશે. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે નવી પરીક્ષાની તારીખો પર સૌની નજર મંડાયેલી છે. NTA દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રી-એક્ઝામ માટે વિદ્યાર્થીઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. અગાઉની પરીક્ષામાં સામેલ થયેલા તમામ વિદ્યાર્થીઓને તેમની ફી પરત આપવામાં આવશે અને જૂના પરીક્ષા કેન્દ્રો જ યથાવત રાખવામાં આવશે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




