મોરબીની નામાંકિત નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલની સફળતાના ચાર વર્ષ પૂર્ણ થવા નિમિતે આગામી તા. 1 થી 4 જુલાઇ સુધી ચાર દિવસ ફ્રી મેગા નિદાન કેમ્પ તથા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા સમગ્ર મોરબી જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે….
નક્ષત્ર મલ્ટી-સ્પેશીયાલીટી હોસ્પિટલ દ્વારા આયોજિત ચાર દિવસના નિઃશુલ્ક નિદાન કેમ્પમાં હાડકાંના રોગોના નિષ્ણાંત સર્જન ડો. મહેન્દ્ર ફેફર, બી.પી-ડાયાબિટીસના મેડિસીન વિભાગના નિષ્ણાંત ડો. મોનિકા પટેલ, પેટ અને આંતરડાના નિષ્ણાંત સર્જન ડો. માધવ સંતોકી, સ્ત્રી રોગ વિભાગનાં નિષ્ણાંત ડો. વૈશાલી સદાતિયા, બાળકોના રોગોના નિષ્ણાંત ડો. મયુર ગ્વાલાની, જૂના દુખાવાની સારવારના નિષ્ણાંત ડો. બ્રિંદા ફેફર તથા કસરત વિભાગનાં નિષ્ણાંત ડો. તૃષા મોરડીયા દ્વારા સવારે 9 થી 1 વાગ્યા તથા બપોરે 5 થી 8 વાગ્યા સુધી નિઃશુલ્ક સેવા આપવામાં આવશે…
આ કેમ્પમાં દરેક દર્દીને કન્સલ્ટેશન, બીપી-ડાયાબિટીસ, હાડકાની તાકાત, નસનો રિપોર્ટ, ફેફસાની તાકાતનો રિપોર્ટ ફ્રીમાં કરી આપવામાં આવશે તથા જો જરૂર જણાય તો એક્સ-રે, છાતીની પટ્ટી, છાતીની સોનોગ્રાફી, હૃદયની ક્ષમતાનો રિપોર્ટ 50% તથા લોહીના રિપોર્ટ, સી. ટી સ્કેન, કે કોઈ પણ સર્જરી (જેમાં હાડકા, પેટની કે ગાયનેક (સ્ત્રી) ને લગતી) 30 % સુધી રાહત દરે કરી આપવામાં આવશે. આ સાથે જ દવા અને બાળકો તથા સ્ત્રીને આપવામાં આવતી રસીમાં 10% સુધી રાહત કરી આપવામાં આવશે…
નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ
મહેશ હોટેલ પાછળ, શનાળા રોડ, મોરબી.
આ કેમ્પનો લાભ લેવા માટે દર્દીને નીચે આપેલ નંબર પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે…