કરબલાના ૭૨ શહિદોની યાદમાં અશ્રુભેર મોહરમ પર્વની ઉજવણી કરતાં મુસ્લિમ બિરાદરો, ઠેરઠેર સબિલો, તાજીયા, જુલુસ, ન્યાઝ, લંગર સહિતના કાર્યક્રમો યોજાયાં…
કરબલાના મેદાનમાં સત્ય માટે હઝરત ઇમામ હુસેન અને તેના 72 સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મનાવવામાં આવતા મહોર્રમના પર્વમાં મંગળવારે સાંજના તાજીયા પડમાં આવ્યા હતા, જે બાદ આજે બપોરથી મધરાત્રિ સુધી કલાત્મક તાજીયા વાંકાનેરના માર્ગો પર ફરી રાત્રીના ગ્રીન ચોક ખાતે ધાર્મિક વિધિ બાદ ઉજવણી પુરી કરવામાં આવશે…
મોહરમ નિમિત્તે છેલ્લા દસ દિવસથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઠેરઠેર ઈમામ હુસૈનની યાદીમાં સબિલો, આમ ન્યાઝ, જાહેર લંગર, તકરીર, મહેફીલ સહિતના પ્રોગ્રામોનું મુસ્લિમ સમાજ દ્વારા આયોજન કરવામાં આવતું હતું, જેમાં મંગળવાર રાત્રે કલાત્મક તાજીયા જુલુસ સાથે શહેર ભરમાં નિકળ્યા હતા, જે બાદ પુનઃ આજે બુધવારે બપોરથી તાજીયા વિશાળ ઝુલુસ સાથે શહેર ભરમાં ફરી રહ્યા છે, જે રાત્રીના શહેરના ગ્રીન ચોક ખાતે પહોંચ્યા બાદ ધાર્મિક વિધિ સાથે પુર્ણ થશે. આ સમગ્ર ઉજવવામાં વાંકાનેર વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આસ્થાભેર જોડાઇ રહ્યા છે….