વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર આવેલ નર્સરી ચોકડી પાસે રોડ ક્રોસ કરતા સમયે બે બાળકીઓને અહીંથી પસાર થતાં એક બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને બાળકીઓને ઈજાઓ પહોંચી હતી, જેથી આ બનાવ મામલે પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર આવેલ નર્સરી ચોકડી નજીક રસ્તો ઓળંગી રહેલ વનિતા બકાભાઈ સિંધવ (ઉ.વ. 12) અને નયના બાબુભાઇ ચૌહાણ (ઉ.વ. 8) નામની બાળકીઓને અહીંથી પસાર થતાં એક બાઇક નં. GJ 03 EG 0419 ના ચાલકે હડફેટે લઇ ફંગોળી દેતા બંને બાળકીઓને ઇજાઓ પહોંચી હતી, જેથી આ મામલે ફરિયાદી ભુરીબેન બકાભાઈ ચૌહાણએ બાઈક ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે….