
વાંકાનેર શહેર ખાતે કિડ્ઝલેન્ડ સ્કુલ તથા જ્યોતિ વિદ્યાલયના સંચાલક મેહુલભાઈ પી શાહ દ્વારા સાયન્સ અને રિસર્ચ વિભાગમાં ઘર વપરાશ મોટરની મદદથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા વિશે સંશોધન બદલ તેમને ભારત સરકાર માન્ય સંસ્થા ભારત ગૌરવ રત્ન શ્રી સન્માન કાઉન્સિલ દ્વારા તેમની ભારત ગૌરવ રત્ન શ્રી સન્માન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે, જેમાં આગામી તા. 02 જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે….


સાયન્સ અને રિસર્ચ ક્ષેત્રમાં સતત સક્રિય રહેતા મેહુલભાઈ પી. શાહ દ્વારા કેન્દ્ર સરકારમાં ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે ઘર વપરાશમાં મોટરની મદદથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાનો એક વિશેષ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હોય, જેની પસંદગી સંસ્થા દ્વારા કરતાં મેહુલભાઈ શાહને ભારત ગૌરવ રત્ન શ્રી સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવશે જે વાંકાનેર વિસ્તાર માટે ગૌરવવંત ઘટના ગણી શકાય…..


વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD



