વાંકાનેર તાલુકાના ઔદ્યોગિક હબ એવા ઢુવા-માટેલ રોડ પરથી ગઇકાલે સાંજના સમયે એક યુવાનનો મૃતદેહ મળી આવતાં બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ ઉપર સરતાનપર ગામની સીમમાં આવેલ રામોજી સિરામિક કારખાના પાસેથી ગઇકાલે સાંજના સમયે દીપકસિંહ ઓમપ્રકાશ ઠાકુર (ઉ.વ. 34 રહે. સેન્ચુરો સિરામિક, લાકડધાર, મૂળ રહે. બાંદા, ઉત્તરપ્રદેશ) નામના યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે બનાવની અકસ્માત મૃત્યુ નોંધ, તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc