વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીકથી પસાર થતા એક પરપ્રાંતિય અને સ્થાનિક પાસિંગના બે બાઇક સામસામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવાનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ અન્ય બાઇક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુન્હો નોંધાવ્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક માટેલ-ઢુવા રોડ પરથી પસાર થતા એક હીરો સ્પ્લેન્ડર બાઇક નં. GJ 13 AL 3394ના ચાલકને સામેથી પુરઝડપે આવતા બાઇક નં. UP 80 ES 0949 ના ચાલકે ધડાકાભેર અથડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્પ્લેન્ડર બાઇકના ચાલક સાહિલ અશોકભાઈ ચીહલા (ઉ.વ. ૧૮, રહે. નટવરગઢ, તા. લીંબડી)ને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતકના પિતા અશોકભાઇ બબાભાઇ ચીહલાએ વાંકાનેર તાલુકા પોલીસમાં બાઇક નં. UP 80 ES 0949 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD